Showing posts with label Stage. Show all posts
Showing posts with label Stage. Show all posts

Thursday, May 30, 2024

કેન્સર એટલે શુ? તેના કેટલા સ્ટેજ હોય છે? અને તેની સારવાર શું હોય છે?

કેન્સર એટલે શું?

કેન્સર એટલે આપણા શરીરના કોષોની અનિયંત્રિત વૃદ્ધિ. જેના કારણે કેન્સરની ગાંઠ બને છે , જેમાં શરીરના વિકાર પામેલા કોષો હોય છે.

કેન્સરના સ્ટેજ

- કેન્સર ના ૪ સ્ટેજ  હોય છે.

- જેમાં પહેલા સ્ટેજને શરૂઆતનું( early ) સ્ટેજ કહેવાય છે.જેમાં જલ્દી સારવારથી સરસ પરિણામ મળે છે.

- બીજા અને ત્રીજા સ્ટેજને એડવાન્સ્ડ સ્ટેજ કહેવાય છે અને તેમાં ૨ કે તેથી વધુ સારવારની પધ્ધતિની જરૂર પડે છે

- ચોથા સ્ટેજ ને લાસ્ટ સ્ટેજ નું કેન્સર કહેવાય છે. જે શરીરના વિવિધ ભાગમાં ફેલાયેલું હોય છે. 

તેની સારવાર શું હોય છે?

- સારવાર માટેની ઉપલબ્ધ પધ્ધતિ માં :

  • સર્જરી
  • કિમોથેરેપી
  • રેડીએશન થેરાપી ( શેક )
  • ઈમ્યુનોથેરાપી
  • ટારગેટેડ થેરાપી

- દર્દીના સ્ટેજ મુજબ સારવારની પધ્ધતિ નક્કી કરવામાં આવે છે.


કેન્સર વિષે વધુ માહિતી માટે અમારા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની મુલાકાત લો.